Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ ગ્રામ્યમાં 2511 મકાનના 9284 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા વિસ્તારોનો સમાવેશ

અમદવાદ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ 19 ને અટકાવવા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કોવિડ પોઝીટીવ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા છે. 2511 મકાનની 9284 વસ્તી ને કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ છે.

અમદાવાદ ગ્રામ્યમાં 2511 મકાનના 9284 લોકો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં, જાણો કયા કયા વિસ્તારોનો સમાવેશ

ગૌરવ પટેલ, અમદાવાદ: અમદવાદ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ 19 ને અટકાવવા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કોવિડ પોઝીટીવ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારને બફર ઝોન જાહેર કર્યા છે. 2511 મકાનની 9284 વસ્તી ને કન્ટેઈન્મેન્ટ જાહેર કરાઈ છે. આ  વિસ્તારમાં 28 પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. 3266 મકાનની 11883 વસતીને બફરઝોનમાં મુકાઇ. જેતલપુરના પ્રજાપતીવાસ અને દરબારવાસ કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા. આજ ગામના રાવળવાસ,ઉંડી ફળી,ઉમિયા ફળી રબારીવાસ સ્વામીનારાયણ મંદિર,ભાઇવાસ,ઠાકોર વાસ,નવી ફળી, રૂપાફળી,આઝાદફળી ગંગામાનો ઓરડો અને રામજી મંદિર બફર ઝોન  જાહેર કરાયા છે. બોપલના પ્રશાંતીહોમ,સાગરીકા એપાર્ટમેન્ટ,ભગવતી કૃપા,મદનમોહન બંગલોઝ,આનંદ બંગલોઝ, શિવકૃપા,કમલેશ્વર,યશકૃપા, યશ રો હાઉસ શુગન મોરલ, કદમફ્લેટ,પરમધામ ફ્લેટ અને ઇસ્કોન ફ્લેટ કન્ટેઈન્મેન્ટ અને તેની આસપાસનો વિસ્તાર બફર ઝોન જાહેર કરાયા છે. 

બારેજાની હરીદર્શન સોસાયટી કન્ટેઈન્મેન્ટ અને હરી સોસાયટી અને હરીકૃપા સોસાયટી બફર ઝોન જાહેર કરાયા છે. ઓડની મેલડી માની ઓડી અને ભોઇ વાસ કન્ટેઈન્મેન્ટ તથા દરબાર વાસ અને વાલ્મીકી વાસ બફર ઝોન, વાંચ ગામનો ઓડ વાસ કન્ટેઈન્મેન્ટ અને રબારી પ્રજાપતી વાણીયા તથા તીરગર વાસ બફર ઝોન, કઠવાડના ઔડાના મકાનનો ક્યુ બ્લોક કન્ટેઈન્મેન્ટ અને ઓ તથા પી બ્લોક બફરઝોન, હુડકોના એબીસી બ્લોક તથા 231 અને 282 કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. જ્યારે એબીસી 293 અને 302  બફરઝોન જાહર કરવામાં આવ્યાં છે. 

જુઓ LIVE TV

ગત્રાડના ગોહિલ વાસ અને પ્રજાપતિ વાસ કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તથા ખારવા મોટા ઘરો અને વણકર વાસ બફર ઝોન, ધોળકાનો મ્યુ ગોલવાડ કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અને ગંજીયાવાડ તથા શાક માર્કેટ બફર ઝોન, કેરાલાની બી આર સ્ટીલ પ્રાઇવેટ લીમીટેડ કન્ટેઈન્મેન્ટ તથા કેરાલા નવું પરુ બફર ઝોન  જાહેર કરાયા છે. ચાંગોદરની રાધે એસ્ટેટ કન્ટેઇન્ટમેન્ટ અને શંખેશ્વર એસ્ટેટ બફર ઝોન, માણકલોનો મતદાર વાસ કન્ટેઈન્મેન્ટ અને સેનવા વાસ બફર ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More